રુકમણી ની શોધ માં . . .

આખરે તો એજ થયું ને રાધા જે ભાગ્ય મા લખ્યુ હતું
તને ભુલી મારે નીકળવું પડ્યુ રુકમણી ની શોધ માં . . .

રાધા ને ભુલી ચાલ્યો છું રુકમણી ની શોધ માં . . .

જાણું છુ નથી મારા ભાગ્ય મા રાધા તો શા માટે બને એ મારા જીવન ની બાધા

રાધા ને ભુલી ચાલ્યો છું રુકમણી ની શોધ માં . . .

એવુ નથી કે તમને નથી ચાહતો રાધા
તમને જ ચાહું છું બાકી તો ઘણી ગોપીઓ તરસે છે મારી યાદ માં

રાધા ને ભુલી ચાલ્યો છું રુકમણી ની શોધ માં . . .

પણ

જોયેલી વાટ તમારી હદ વટાવી ગઈ
કે પછી લાગણી મારી સરહદ વટાવી ગઈ
ઘણું કહી ગયો છું હું આ ફરીયાદ માં

રાધા ને ભુલી ચાલ્યો છું રુકમણી ની શોધ માં . . .

શું કરીશ હું જીવન ના વિખવાદ માં તમારી વગર એ અધુરી રાત માં
જવાદો ને યાર હવે નથી ઊતરવું વિવાદ માં

રાધા ને ભુલી ચાલ્યો છું રુકમણી ની શોધ માં . . .